તેંડુલકરે રવિવારે રાતે લંડનમાં આયોજિત એક સમારોહમાં કહ્યું કે, ‘આ મારા માટે ઘણું મોટું સન્માન છે.’ ઉલ્લેખનીય છે કે, સચિનના નામે વન ડે અને ટેસ્ટ બન્ને ફોર્મેટમાં સૌથી વધુ રનોનો રેકોર્ડ છે. સચિને 200 ટેસ્ટ મેચોમાં 53.78ની એવરેજથી 15,921 રન બનાવ્યા છે. જેમાં 51 સેન્ચુરી સામેલ છે. જ્યારે 463 વનડેમાં 44.83ની સરેરાશથી 18,426 રન બનાવ્યા છે. જેમાં 49 સેન્ચુરી સામેલ છે. આમ તેંડુલકરે 100 સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે.
સચિન પહેલા 2015માં અનિલ કુંબલેને આ સન્માન આપવામાં આવ્યું હતું. જ્યારે બિશન સિંહ બેદી અને સુનીલ ગાવસ્કરને 2009માં શરૂઆતી ‘આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ સિવાય દિગ્ગજ કપિલ દેવને 2010માં આ સન્માન મળ્યું હતું.
સચિન સાથે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર એલન ડોનાલ્ડને પણ આ સન્માન આપવામાં આવ્યું છે. ઉપરાંત ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર કેથરીન ફિટ્ઝપેટ્રિકને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે આ યાદીમાં સામેલ થનારા ખેલાડીઓની કુલ સંખ્યા 90 થઈ છે.