‘મારી એકપણ ફિલ્મ સારી નથી, બધી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ’, કઈ હૉટ એક્ટ્રેસે કરી આ કોમેન્ટ?
તાજેતરમાંજ ટ્વિંકલની બુક લૉન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે મુંબઇમાં તેની બુક ‘પાયઝામાઝ આર ફૉરગિવિંગ’ના લૉન્ચના દિવસે ટ્વિંકલે મીડિયા સાથે વાત કરી. આ સમયે ફિલ્મમેકર કરણ જોહર હૉસ્ટ તરીકે આવ્યા હતા. તેમણે જ્યારે ટ્વિંકલને સવાલ કર્યો કે તારી કઇ ફિલ્મ હવે ફરીથી બનાવવી જોઇએ તો તેને મજાકમાં કહ્યું, મેં એક પણ હિટ ફિલ્મ આપી નથી, મને લાગે છે કે મારી બધી ફિલ્મો પર પ્રતિંબંઘ મુકી દેવો જોઇએ, જેથી કોઇ તેને જોઇ ન શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત સોનમ કપૂરે પણ આ લૉન્ચ પર ટ્વિંકલની પુસ્તક ‘પાયઝામાઝ આર ફૉરગિવિંગ’માથી કેટલીક લાઇનો વાંચીને સંભળાવી. તે સિવાય બુક લોન્ચિંગમાં રણવીર સિંહ, સોનમ કપૂર, બોબી દેઓલ, તાન્યા દેઓલ, ગૌરી શિંદે સહિતના સ્ટાર હાજર હતા.
આ બુક લોન્ચિંગમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી, ટ્વિંકલ ખન્નાની માતા ડિમ્પલ કાપડિયા પણ આ ઇવેન્ટમાં જોવા મળ્યા હતા. એટલું જ નહીં પત્નીની બુક લોન્ચિંગ સમયે અક્ષય કુમાર પણ દેખાયો હતો. અક્ષય કુમારે પત્ની ટ્વિંકલના આ પુસ્તકની કેટલીક લાઇન મીડીયાની સામે વાંચી.
મુંબઇઃ બૉલીવુડમાં એકસમયે હૉટ એક્ટ્રેસ ગણાતી અને સક્સેસ એક્ટરની વાઇફ ટ્વિંકલ ખન્નાએ પોતાની કેરિયર વિશે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. તેને કહ્યું કે, મારી બૉલીવુડ કેરિયરની એકપણ ફિલ્મ સારી નથી રહી, બધી ફિલ્મો પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ.
નોંધનીય છે કે, ટ્વિંકલ ખન્નાએ વર્ષ 1995માં હિન્દી ફિલ્મ ‘બરસાત’ ફિલ્મી કેરિયરની શરૂઆત કરી, ટ્વિંકલે સતત ફ્લૉપ ફિલ્મો આપી જેમાં ઇતિહાસ, ઝુલ્મી, મેલા સામેલ છે. ત્યારબાદ 2011માં તેને બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા અને ફિલ્મી દુનિયાને પણ અલવિદા કહી દીધુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -