મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફિલ્મો કરતા વધારે પોતાના વીડિયો અને ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. જ્યારે તાજેતરમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં ઉર્વશી શાનદાર ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે. વીડિયોમાં તેની સાથે એક છોકરો પણ ડાન્સ કરી રહ્યો છે. જોકે ડાન્સ કરતા કરતા અચાનક ઉર્વશી તેની ટીશર્ટ ઉતારે છે અને ટોપલેશ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 9 લાખથી વધુ વખત જોવાઈ ચુક્યો છે.



ઉર્વશીના વર્કફ્રંટની વાત કરીએ તો ઉર્વશીની અપકમિંગ ફિલ્મ 'પાગલપંતી' છે. જેમાં તેઓ પુલકિત સમ્રાટ, જોન એબ્રાહમ, એલિયાના ડિક્રૂઝ, અનિલ કપૂર, કૃતિ ખરબંદા અને અરશદ વારસી સાથે નજરે આવશે.