મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે સંયુક્ત પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી. આ દરમિયાન સીટોની વહેંચણી પર સ્પષ્ટ આંકડો જણાવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે અમે પ્રચંડ બહુમતથી ચૂંટણી જીતીશું. એવી બહુમત મળશે કે જે આજ સુધી કોઈને પણ નહીં મળી હોય.
શિવેસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. તે પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યાં છે. આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે શિવસેના સમર્થક આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોઈ રહ્યાં છે.
ટિકિટ નહીં મળવાથી નારાજ નેતાઓ પર ફડણવીસે કહ્યું, જેટલા પણ લોકોએ બગાવત કરી છે તેઓનો ગુસ્સો આગામી બે ત્રણ દિવસમાં શાંત કરીને મનાવી લઈશું. જો તેઓ નહીં માને તો અમારા ગઠબંધનની કોઈ પણ પાર્ટીમાં તેમને કોઈ સ્થાન આપવામાં નહીં આવે.