નવી દિલ્હીઃ પૂર્વ મિસ યૂનિવર્સ અને બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. તેની સુંદરતાને દરેક લોકો વખાણે છે પરંતુ આ વખતે તેને પોતાના ડ્રેસિંગને લઇને દરેકનુ ધ્યાન ખેંચ્યુ છે. તાજેતરમાં જ આરબ ફેશન વીકમાં હાજરી આપવા ગયેલી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ત્યાં જલવો બતાવી દીધો છે, એટલ જ નહીં ત્યાં હાજર રહેનારી પહેલી ભારતીય પણ બની ગઇ છે. ઉર્વશી રૌતેલાનુ ગાઉન આ ફેશન વીકમાં ખુબ ચર્ચામાં રહ્યું, કેમ કે આની કિંમત કરોડોમાં હતી.


સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં દેખાઇ રહી છે, અને સુંદરતા તેના ગાઉનના કારણે વધારે વધી ગઇ છે. ઉર્વશીએ આરબ ફેશન વીકમાં હાઇ થાઇ સ્લિટ ગાઉન પહેરેલુ છે. આ હીરોથી જડેલા ગાઉનમાં ઉર્વશી રૌતેલા કોઇ મહારાણીથી કમ નથી લાગી રહી. માથાથી લઇને પગ સુધીના આ લાંબા ગાઉનની કિંમત કરોડોમાં છે. 


દિલચસ્પ વાત છે કે ઉર્વશી રૌતેલાનુ આ હાઇ થાઇ સ્લિટ ગાઉનની કિંમત 40 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. એક રિપોર્ટ અનુસાર ઉર્વશી રૌતેલાએ 40 કરોડના ક્લિયોપેટ્રા રિયલ ગૉલ્ડ એન્ડ ડાયમન્ડ આઉટફિટ પહેરેલુ હતુ.  


એક્ટ્રેસે ફોટોશૂટનો વીડિયો પણ શેર કર્યો છે, તેને કેપ્શન આપ્યુ છે- આજે મારુ દિલ મારા દેશ માટે કૃતજ્ઞતા અને ભાવનાઓથી ભરાઇ ગયુ છે. આની સાથે  જ ઉર્વશીએ @arabfashionweek અને @amantoofficial ના આ પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેશન વીકમાં બે વાર શૉ સ્ટૉપરની જગ્યા આપવા માટે આભાર માન્યો છે. 


 




ખાસ વાત છે કે ઉર્વશી રૌતેલાનુ આ ગાઉન જાણીતા ફેશન ડિઝાઇનર Ferne One Amantoએ ડિઝાઇન કર્યુ છે. Amantoએ બિયૉન્સ અને જેનિફર લોપેજ જેવી ઇન્ટરનેશનલ સ્ટાર્સના કપડાં પણ ડિઝાઇન કર્યા છે. 




---- -