બોલીવુડની આ એક્ટ્રેસની કારનો થયો ગંભીર અકસ્માત, એક યુવકનું મોત, જાણો વિગત
અભિનેત્રી સુપરસ્ટાર સલમાન ખાન સાથે 2010માં વીર ફિલ્મથી બોલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. સલમાન સાથે તેનું સારું બોન્ડિંગ છે. સાજિદ નડિયાદવાલાની મલ્ટીસ્ટાર ફિલ્મ હાઉસફુલ 2માં પણ નજરે પડી ચુકી છે. હિન્દી ઉપરાંત તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ઝરીન વધુ એક કારણથી ચર્ચામાં છે. તેણે તેની પૂર્વ મેનેજર અંજલિ આસ્થા સામે ફરિયાદ નોંધાવી છે. તેણે મેનેજર પર કથિત રીતે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. FIR નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે. પૈસાને લઈ ઝરીનનો તેની મેનેજર સાથે વિવાદ થયો હતો. આ દરમિયાન મેનેજરે ઝરીનને વેશ્યા કહી હતી. આ અંગે તેણે ફરિયાદ નોંધાવી છે.
પણજીઃ બોલીવુડ એક્ટ્રેસ ઝરીન ખાનની કાર સાથે ગોવામાં એક બાઇક સવાર અથડાયો હતો. ઝરીન અને તેની ટીમે ઘાયલ બાઇક સવારને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જાણકારી મુજબ, બાઇક સવારે હેલમેટ નહોતુ પહેર્યું.
કાર સાથે બાઇક અથડાયા બાદ ચાલકનું માથું ડિવાઇડર સાથે અથડાયું હતું. જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ ઘાયલ બાઇક સવારની સારવાર ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -