'પદ્માવત'માં ખિલજીની રાની બની હતી અદિતી રાવ, પોતાના રૉલને લઇને કર્યો આ મોટો ખુલાસો
'પદ્માવત'માં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ મુખ્ય ભુમિકાઓમાં છે. આટલી મુશ્કેલીઓ બાદ રીલિઝ થયેલી આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર અત્યાર સુધી 200 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ફિલ્મમાં અદિતી રાવ, રાણવીરના રૉલ દિલ્હીના સુલતાન અલાઉદ્દીનની પત્નીની ભૂમિકામાં છે. આના પર તેમનું કહેવું છે કે તેને આટલો સ્ટ્રૉન્ગ રૉલ નિભાવવાની ખુશી છે.
તેમને કહ્યું, મેહરુન્નિસાને જે રીતે પ્રતિક્રિયા મળી રહી છે, તે અવિશ્વસનીય છે અને સંજય સરને પુરેપુરો શ્રેય આપું છું. તેમને કહ્યું, પ્રત્યેક દ્રશ્યમાં, હું તેમનો (મેહરુન્નિસા) રૉલ અને બહુજ ઓછા શબ્દોમાં કઇ રીતે સુંદર રીતે ઉભરીને સામે આવે છે, એટલા માટે તે લોકોને આનો પુરેપુરો શ્રેય છે, જેને આ કિરદારને ઘડ્યો અને મને ખુબ પસંદ આવ્યો.
અદિતી રાવે કહ્યું કે, આ કોઇ એવી મહિલાની કહાની છે જે માત્ર કમજોર, નાજુક, શાહી અને શુદ્ધ જ નથી પણ નિડર પણ છે અને હંમેશા સત્યની સાથે ઉભી રહે છે. તેનો તેને કોઇ ડર પણ નથી. મને લાગે છે કે ખુબ સુંદર ભૂમિકા હતી. અભિનેત્રીએ લેકમે ફેશન વીક (એલએફડબ્લુ) સમર-રિસોર્ટ 2018ના ચોથા દિવસ ડિઝાઇનર પાયલ સિંઘલ માટે રેમ્પ પર ચાલી હતી.
અદિતી રાવે કહ્યું કે, સંજય (લીલા ભંસાળી) સરની સાથે કામ કરવાનું મારું બાળપણથી સપનું હતુ, હું પ્રતિક્રિયાથી ખુશ છું, કેમકે મને ખબર હતી કે મેહરુન્નિસા એક ખાસ હિસ્સો છે, અને સંજય સાહેબે હંમેશા મને કહ્યું હતું કે જે પણ પટકથા વાંચે છે તે કહે છે મેહરુન્નિસાની ભૂમિકા કોણ નિભાવશે, એટલા માટે મનવે ખબર હતી કે આ નાનો પણ સશક્ત રૉલ છે.
મુંબઇઃ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ કહ્યું કે, સંજય લીલા ભંસાળીની ઐતિહાસિક ફિલ્મ પદ્માવતમાં મેહરુન્નિસાનો રૉલ નાનો, પણ સશક્ત અને અનેકરીતે સુંદર છે. રૉલને મળી રહેલી પ્રતિક્રિયાથી તે એકદમ ખુશ છે.