ત્રીજી વનડે પહેલા ગભરાયો કેપ્ટન માર્કરમ, ટીમના બધા ખેલાડીઓને આપી આ સલાહ
ઉલ્લેખનીય છે કે, ડરબનમાં રમાયેલી પહેલી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને છ વિકેટથી માત આપી દીધી છે, વળી રવિવારે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે 9 વિકેટથી ફરીથી જીત મેળવી લીધી. હવે સીરીઝની ત્રીજી વનડે 7મી ફેબ્રુઆરીએ કેપટાઉનમાં રમાવવાની છે. આ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 4.30 વાગે શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાક ડુ પ્લેસિસને ઇજા થવાથી માર્કરમને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મેચ બાદ માર્કરમે કહ્યું કે, 'ટીમે સારુ પ્રદર્શન નથી કર્યું, અમારે અમારી જાતે ઇમાનદાર થવું પડશે.'
કેપટાઉનઃ ભારતે સાઉથ આફ્રિકા સામેની છ વનડે મેચોની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે, હવે ત્રીજી વનડે પહેલા સાઉથ આફ્રિકાના કેપ્ટન માર્કેરમે ચિંતા વ્યક્ત કરી છે. માર્કરમે કહ્યું કે, તેમની ટીમ પાસે ભારત સામે રમાનારી ત્રીજી વનડેની તૈયારી કરવા માટે ખુબ ઓછો સમય છે.
બીજી વનડેમાં યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે સાથે મળીને 8 વિકેટ ઝડપી અને આફ્રિકા 118 રનમાં ઢેર થઇ ગયું હતું. ચહલે પોતાના કેરિયરમાં પહેલીવાર પાંચ વિકેટ લીધી હતી.
ત્રીજી વનડે પહેલા ગભરાયેલા માર્કરમે કહ્યું કે, 'કેપટાઉનમાં રમાનારી મેચ માટે થોડાક દિવસો છે જે સારી વાત નથી. કેટલાક ખેલાડીઓને જેમાં હું પણ સામેલ છું, આગળ આવીને સારુ પ્રદર્શન કરવું પડશે. અમારે સકારાત્મક રહેવાની જરૂર છે.'
- - - - - - - - - Advertisement - - - - - - - - -