ભારતમાં iPhonesની કિંમતમાં થયો વધારો, જાણો નવા ફોનની ખરીદીમાં કેટલા રૂપિયા વધારે ચૂકવવા પડશે
એપલના iPhone Xના 64GB અને 256GB વાળા વેરિએન્ટની કિંમતોમાં વધારો થયો છે. આના 64GB વાળા મૉડલની કિંમત 92,430થી વધીને 95,390 રૂપિયા થઇ ગઇ છે, જ્યારે 256GB વાળા મૉડલની કિંમત 1,05,720 રૂપિયાથી વધીને 1,08,930 રૂપિયા થઇ ગઇ છે.
એપલ iPhone SEની કિંમતોમાં કોઇ ફેરફાર થયો નથી. આ ફોનનું 32GB વેરિએન્ટ 26,000 રૂપિયા જ્યારે 128GB વર્ઝનની કિંમત 35,000 રૂપિયા છે.
એપલ iPhone 6ના 32Gb વાળું વેરિએન્ટ પહેલા 30,780 રૂપિયામાં મળી રહ્યું હતું, હવે આવી કિમત વધીને 31,900 રૂપિયા થઇ ગઇ છે.
એપલ iPhone 6s Plusના 32GB વાળા વેરિએન્ટની કિંમત 50,740 રૂપિયાથી વધીને 52,240 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે આના 128GB વાળા વેરિએન્ટની કિંમત 59,860 રૂપિયાથી વધીને 61,450 રૂપિયા થઇ ગઇ છે.
એપલના iPhone 6sના 32GB વાળા મૉડલની કિંમત વધીને 42,900 રૂપિયા જ્યારે 128GB વાળા મૉડલની કિંમત વધીને 52,100 રૂપિયા થઇ ગઇ છે.
iPhone 7 Plusના 32GB વાળા વેરિએન્ટની કિંમત 61,060થી વધીને 62,840 રૂપિયા જ્યારે 128GB વાળા વેરિએન્ટની કિંમત વધીને 72,060 રૂપિયા થઇ ગઇ છે.
એપલના iPhone 7ના 32GB વેરિએન્ટની કિંમત 50,810 રૂપિયાથી વધીને 52,370 રૂપિયા અને 128GB વાળા વેરિએન્ટની કિંમત 59,910 થી વધીને 61,560 રૂપિયા થઇ ગઇ છે.
iPhone 8 Plusના 64GB વાળા મૉડલની કિંમત 75, 450 રૂપિયાથી વધીને 77,560 રૂપિયા જ્યારે 256GB વાળા મૉડલની કિંમત 88750થી વધીને 91,110 રૂપિયા થઇ ગઇ છે.
એપલના iPhone 8ના 64GB વાળા વર્ઝનની કિંમત 66,120 રૂપિયાથી વધીને 67,940 રૂપિયા જ્યારે 256GB વાળા વેરિએન્ટની કિંમત 79,420 રૂપિયાથી વધીને 81,500 રૂપિયા થઇ ગઇ છે.
નવી દિલ્હીઃ ભારતમાં હવે આઇફોન યૂઝર્સની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. આઇફોન ફેન્સ વધી રહ્યાં છે, પણ એપલ પોતાના ફોનની કિંમતો ક્યારેય ઘટાડતું નથી પણ વધારી રહ્યું છે. હવે ફરી એકવાર એપલે પોતાના તમામ મૉડલની કિંમતોમાં ફેરફાર કરીને વધારી દીધી છે, એટલે લગભગ 3 ટકા જેટલો વધારો કરી દેવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બજેટ બાદ આ ફેરફાર આવ્યો છે, જેમાં ઇમ્પૉર્ટેડ પર લગાવવામાં આવતી કસ્ટમ ડ્યૂટી 15ની જગ્યાએ 20 કરવામાં આવી હોવાનું મનાઇ રહ્યું છે. એટલે આઇફોન લવર્સને આઇફોન ખરીદવા માટે પહેલા કરતાં વધી કિંમત ચૂકવવી પડશે.