✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ એક્ટ્રેસને લાગી લોટરીઃ આમિર ખાનની હવે પછીની ફિલ્મમાં બનશે હીરોઈન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2018 10:39 AM (IST)
1

મુંબઈઃ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે, એવામાં હવે આમિરના આગામી પ્રોજેક્ટને લઈને તેમનું લોકો સાથે મળવાનું શરૂ થઈ ગયું છે. મંગળવારે મોડી રાત્રે એક અભિનેત્રીએ આમિરના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે લગભગ તે આમિરની આગામી કો-એક્ટ્રેસ હશે.

2

મિસ્ટર પરફેકનિસ્ટની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ફ્લોપ થઇ છે. પરંતુ આમિર પોતાની આગલી ફિલ્મમાં વ્યસ્ત થઇ રહેલો જણાય છે. તાજેતરમાં તેના ઘરે મોડી રાતના અદિતી રાવ હૈદરી બે-ત્રણ કલાક સુધી રહી હતી તેથી આગામી ફિલ્મની ચર્ચા કરવા ગઇ હશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

3

સૂત્રની વાત માનીએ તો તો મુંબઇમાં મોડી રાતના અદિતિ રાવ હૈદરી આમિરના ઘરે પહોંચી હતી. એટલું જ નહીં અભિનેત્રી ત્યાં બે-ત્રણ કલાક સુધી રહી હતી. સૂત્રના અનુસાર આમિર પોતાની આગામી ફિલ્મના કાસ્ટિગમાં વ્યસ્ત છે ત્યારે અદિતી રાવ હૈદરીનું તેને ત્યાં બે-ત્રણ કલાકની મુલાકાત એ ચર્ચાનો વિષય બની ગઇ છે.

4

આમિરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો 'મુગલ, ઓશો પર બની રહેલી બાયોપિક અને રાકેશ શર્માની બાયોપિકની સાથેસાથે મહાભારત જેવી ફિલ્મોના નામ છે. અદિતિ નું આમિર સાથે મુલાકાત કરવી એ એવો ઇશારો કરે છે કે તે આવનારા સમયમાં તે આમિરની ફિલ્મનો હિસ્સો બનશે.

5

જે બાયોપિક્સની ચર્ચા ઉપર કરી તેમાં હીરો આમિરનું નામ તો ફાઈનલ હોવાના અહેવાલ છે પરંતુ એક્ટ્રેસનેના નામ પરથી પડદો હજુ ઉંચકાયો નથી. એવામાં અદિતિનું આમિરને મળવું ફિલ્મ કાસ્ટિંગને લઈને કંઈક ચાલતું હોવાનો ઇશારો કરે છે.

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ એક્ટ્રેસને લાગી લોટરીઃ આમિર ખાનની હવે પછીની ફિલ્મમાં બનશે હીરોઈન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.