નવી દિલ્હીઃ પાકિસ્તાન છોડીને ભારત આવેલ સિંગર અદનાન સામી મોટેભાગે પોતાના ટ્વીટ્સને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ અદનાને એક ટ્વીટ કર્યું જેના કારણે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. અદનાનને ટ્વીટર પર કોઈએ સવાલ કર્યો જેના જવાબમાં તેણે કહ્યું કે, તેણે ભારત આવ્યા બાદ પણ બીફ ખાધુ છે.

અદનાનને ટ્વીટર પર એક વ્યક્તિએ પૂછ્યું, “અદનાનન શું તમે ભારતમાં ભોજપનમાં બીફ ખાધું છે? જો હા તો જોરથી કહો હા...”આ વ્યક્તિના ટ્વીટના જવાબમાં અદનાનને ટ્વીટર કરીને કહ્યું, “હા મેં ખાધુ છે અને મને ખૂબ જ ભાવ્યુ. શું આટલું જોરથી ચાલશે?”



અદનાનના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા અને તેને પાકિસ્તાન ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું. સતત વિવાદ વધ્યા બાદ અદનાન સામીએ વધુ એક ટ્વીટ કર્યું. જેમાં તેણે કહ્યું કે, દેશમાં બીફ સામાન્ય છે અને દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.

તેણે ટ્વીટ કર્યું, “હું એક વાત સ્પષ્ટ કરવા માગુ છુ. ભારતમાં બીફ જાહેરમાં મળે છે. જેમ કે ઈસ્લામિક રિપબ્લિક પાકિસ્તાનમાં દારૂ મળે છે.”અદનાન સામીના પોતાના આ ટ્વીટ માટે પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો. આ ટ્વીટને લઈને એક ટ્રોલરે લખ્યું, તમે ગાયની બલિ આપતો વીડિયો રેક્રોડ કરી એ વીડિયો અપલોડ કેમ નથી કરતા.