મુંબઈ: કરન જોહરની ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ ને ચાર રાજ્યોના થીયેટર માલિકોએ રિલીઝ કરવાનો ઈનકાર કર્યો છે. ધ સિનેમા ઓનર્સ એક્જીબિટર્સ એસોસિએશન ઓફ ઈંડિયાએ શુક્રવારે કહ્યું કે દેશમાં પાક કલાકારો વિરૂધ્ધમાં ભાવનાઓને જોતા એસોસિએશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 28 ઓક્ટોબરના રિલીઝ થવાની છે. દેશમાં ઉરી હુમલા બાદ પાક કલાકારો પર બેન લગાવવામાં આવ્યો હતો.
એસોસિએશનના ચીફ નિતિન દાતારે કહ્યું કે એમે લોકોએ પાકિસ્તાની કલાકારો વાળી કોઈપણ ફિલ્મ રિલીઝ નહી કરવાનો નિર્ણય કર્યો છે. એસોસિએશનના તમામ સદસ્યોને એ દિલ હે મુશ્કિલ રિલીઝ નહી કરવાનું કહેવામાં આવ્યુ છે.
આ એસોસિએશન ખાસ કરીને સિંગલ સ્ક્રીન થીયેટર સાથે જોડાયેલું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્નાટકમાં તેમના સદસ્યો છે.
આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન અને ઈમરાન અબ્બાસે કામ કર્યું છે. ફવાદ ખાનની આ પ્રથમ બોલીવુડ ફિલ્મ છે.
આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે પાકિસ્તાની કલાકારો સાથે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ નહી કરવામાં આવે.