નવી દિલ્લી: થોડા દિવસો પહેલા અહેવાલ હતા કે સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ રઈસની લિડીંગ લેડી માહિરા ખાનને રિપ્લેસ કરવામાં આવશે. પણ હવે ફિલ્મના પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાનીએ આ વાતનું ખંડન કર્યુ છે.
ફેશન શો માટે દિલ્લી આવેલા રિતેશ સિદ્ધવાનીએ કહ્યું કે મને એ નથી સમજાતું કે આવી ખબરો ક્યાંથી આવે છે. હું માત્ર એક જ વાત કહેવા માગુ છું કે મેં માહિરા સાથે 45 દિવસ શૂટિંગ કર્યુ છે અને ફિલ્મ પૂરી કરી છે. મને આશા છે કે આ વાત આખા વિવાદને પૂર્ણવિરામ આપશે.
આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ થશે. આ ફિલ્મથી પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખઆન બોલીવુડમાં ડેબ્યુ કરશે.
ઉલ્લેખનીય છે કે ઉરી અટેક બાદ બોલીવુડમાં પાકિસ્તાની કલાકરાના કામ કરવા અંગે વિવાદ થયો હતો. જે બાદ મનસેએ આ હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત છોડવા અલ્ટીમેટમ આપ્યું હતું. બોલીવુડમાં તેમના કામ કરવા પર પ્રતિબંધ લાવવાની પણ વાત હતી. મનસેએ ફવાદ ખાનની ઐ દિલ હૈ મુશ્કીલ અને માહિરા ખાનની રઈસની રીલિઝને રોકવાની પણ ધમકી આપી હતી.
ફવાદ ખાનની ઐ દિલ હૈ મુશ્કીલ આ મહિને દિવાળી પર રીલિઝ થશે. આવા અહેવાલ હતા કે ફવાદ ખાનને સૈફ અલી ખાન રિપ્લેસ કરશે, જેથી ફિલ્મનો વિરોધ ન થાય. પણ હવે અપડેટ છે કે કોઈ બદલાવ થયો નથી.