કાનપુરઃ મહોબ કુલપહાડની પ્રાથમિક સ્કૂલની ટીચરને બેભાન કરીને પાડોશી યુવકે તેની સાથે બળાત્કાર કર્યો હતો. યુવકે રેપનો MMS બનાવીને વાઇયલ કરવાની ઘમકી આપીને શિક્ષિકાનું સતત શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરતો રહ્યો. ત્રણ વર્ષ બાદ 5 ઓક્ટોબરે 2016ના રોજ MMS વાયરલ થયા બાદ શિક્ષિકાએ કુલપહાડ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
શિક્ષિકાએ નોંધાવેલી ફરિયાદ મુંજબ વર્ષ 2013માં તેના પાડોશી યુવકે ઘરે આવીને કૉલ્ડ્રિંક્સમાં નશીલી દવા પિવડાવી હતી. તે બેભાન થઇ ગયા બાદ તેની સાથે બળાત્કાર કરીને MMS બનાવી લીધો હતો. ત્યાર બાદ MMS વાયરલ કરાવાની ધમકી આપીને સતત શોષણ કરતો રહ્યો હતો. શિક્ષિકા લોક લાજના કારણે આ વાત કોઇને કહી શકી ના હતી.
આરોપીએ ઓક્ટોબર 2016 માં MMS વાયરલ કરી દીધો હતો. ત્યાર બાદ શિક્ષિકાની અરજીના આધારે પોલીસે રિપોર્ટ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર ધ્યાન સિંહ ચૌહાને જણાવ્યું હતું કે, અખિલેશ ચૌબેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને જેલ મોકલવામાં આવ્યો હતો.