ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ ને લઈને મુશ્કેલીમાં મૂકાયો કરન જોહર, મુંબઈ પોલીસની માંગી મદદ
abpasmita.in | 18 Oct 2016 04:36 PM (IST)
મુંબઈ: કરન જોહર જોહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ એ દિલ હે મુશ્કિલ ‘ આગામી સપ્તાહમાં રિલીઝ થઈ રહી છે. મલ્ટીપ્લેક્સ માલિકોને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના દ્વારા ધમકી આપવામાં આવી છે કે ;એ દિલ હે મુશ્કિલ’ દેખાડવામાં આવશે તો તોડફોડ કરવામાં આવશે. આ ફિલ્મમાં ફવાદ ખાન હોવાના કારણે ધણા બધા સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. ધમકીના પગલે કરન જોહરની ધર્મા પ્રોડક્શનની ટીમ મુંબઈ પોલીસ કમિશનર અને જોઈંટ કમિશનરને મળવા માટે મુંબઈ પોલીસના મુખ્યાલયે પહોંચ્યા અને ફિલ્મની રિલીઝ દરમિયાન સુરક્ષાની માંગ કરી છે. ગયા સપ્તાહમાં જ સિનેમાં ઓનર્સ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે દેશનો માહોલ જોઈ તેને મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના સિંગલ સ્ક્રીન થીયોટરમાં રિલીઝ નહી કરવામાં આવે. જ્યારે આ સમગ્ર મામલે મુંબઈ પોલીસના પ્રવક્તા ડીસીપી અશોક દુધેનું કહેવાનું છે કે સિનેમા-થીયેટરને અમારી તરફથી તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે. આ ફિલમમાં રણબીર કપૂર, એશ્ર્વર્યા રાય અને અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકા છે. જ્યારે ફવાદ ખાન પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે.