લંડન: ક્યારેક આપણી ખુશી જ આપણા દઃખનું કારણ બની શકે છે. આવું કહેવું છે દુનિયાના સૌથી ખુશ રહેતા તિબેટિયન મેથ્યુ રિકોર્ડનું. મેથ્યું 44 વર્ષ પહેલા 26 વર્ષની ઉમરે ફાન્સથી નિકળીને નેપાળમાં ધ્યાન આરધના કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટ-2016માં તેમને દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ ગણાવામાં આવ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા મેથ્યુએ જણાવ્યું હતું કે, હું મારી ખુશીથી જ દુઃખી છું. તેથી મેને ખુશ વ્યક્તિ ના કહો.
એક મેગેઝિન સાથે વાત કરતા તેમણએ જણાવ્યું હતું કે,આપણે ધ્યાન અને જ્ઞાનથી આ દુનિયાને સમજી શકીએ છીએ. જો આપણે વિચારીએ કે દુનિયાને બદલી કે નિયંત્રિત કરી શકીએ છીએ તો તે ખોટું છે. આપણે મગજને નિયંત્રિત કરી શકીએ છે. મને દુનિયાનો સૌથી ખુશ માનવી કહેવાય છે. પણ હું આવી દુનિયામાં ખુશ કઇ રીતે રહી શકું જ્યાં બે વ્યક્તિઓના જીવનમાં જમીન-આસમાનનું અંતર હોય. કોઇની પાસે દરેક સુખ-સુવિધા ઉપલબ્ધ છે અને કોઇ પાસે બે ટંકના ભોજન માટે વ્યવસ્થા નથી.
જોકે, આ તુલના જ ખુશીની સૌથી મોટી શત્રુ છે. તે કોઇ પણ વસ્તુની ખુશી સમાપ્ત કરી નાખે છે. આપણે ક્યારેય આપણી તુલના બિલ ગેટ્સ સાથે ના કરવી જોઇએ. હા, પાડોશી સાથે તુલના કરી શકીએ છીએ પણ સવાલ આ છે કે તેની જરૂર શું છેω તુલનાથી આપણે આપણા જીવનના ઉદ્દેશ્યને ભૂલી જઇએ છીએ. આપણે તેવા સુખ વિશે વિચારવા લાગીએ છીએ જે આપણાથી દૂર છે. પણ આ પ્રક્રિયામાં આપણે તે સુખને પણ ભૂલી જઇએ છીએ જે આપણી પાસે છે. તેને આમ પણ સમજી શકાય છે. હવાઈ પ્રવાસ દરમિયાન એક વખત મને બિઝનેસ ક્લાસની ટિકિટ ઓફર કરાઈ હતી. મેં ઈનકાર કરી દીધો.
કારણ સ્પષ્ટ છે. જો હું એવું કરું તો ફરી ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ કરતી વખતે મને બિઝનેસ ક્લાસની સુવિધાઓ યાદ આવશે. તેનાથી હવાઈ પ્રવાસ કરવા છતાં મને તેની ઊણપો વધુ દેખાશે... આપણે પ્લીઝન્ટ સેન્સેશન અને સ્થાયી આનંદનું અંતર પણ સમજવું પડશે. જેમ કે સ્વાદિષ્ટ ભોજન પ્લીઝન્ટ સેન્સેશન છે, પરંતુ તે આનંદની ખાતરી નથી. આપણને આપણા ઓબ્જેક્ટ અંગે પણ સારી રીતે માહિતી હોવી જોઈએ. જેમ કે એક સુંદર મહિલા અથવા પુરુષ કોઈ અન્ય વ્યક્તિ માટે આકર્ષણનું કારણ હોઈ શકે છે પરંતુ સંન્યાસી માટે તે ધ્યાન ભટકવાનું કારણ હોઈ શકે છે અને કોઈ વરુ માટે તે માત્ર શિકાર હોઈ શકે છે. સ્વાભાવિક છે કે આપણે આપણા ઓબ્જેક્ટને સાચી રીતે ઓળખી લઈએ તો દુ:ખના કારણોથી બચી શકીએ છીએ