નવી દિલ્લીઃ દુનિયાના સૌથી ક્રુર સરમુખત્યાર એડોલ્ફ હિટલરની તમામ નિશાનીઓ મીટાવી દેવાનો નિર્ણય ઓસ્ટ્રીયા સરકારે લીધો છે. ઓસ્ટ્રીયામાં આવેલું ઘર જયાં હિટલરનો જન્મ થયો હતો તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. દુનિયાના સૌથી મોટા શાસક તેવા હિટલરના જન્મસ્થળની નિશાની નેસ્તો નાબૂદ કરવાનો નિર્ણય જર્મન સરકારે લીધો છે. એડોલ્ફ હિટલરનો જયાં જન્મ થયો હતો તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં એક નવી ઈમારત ઉભી કરવામાં આવશે જેને નાઝી સરમુખત્યાર સાથે કોઈ સંબંધ નહી હોય. હિટલરનો જન્મ જર્મનીના ઓસ્ટ્રીયામાં થયો હતો. સરકાર દ્વારા નિમવામાં આવેલા કમિશને આ ભલામણ કરી હતી ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે.
સોશ્યલ ડેમોક્રેટિક અને પીપલ્સ પાર્ટી અત્યારે જર્મીનીમાં બહુમતીમાં છે અને વિરોધ પક્ષો પણ સરકારની આ યોજનાને ટેકો આપશે તેવું માનવામાં આવે છે. આથી હિટલરના જન્મ સ્થળને તોડી પાડવા માટે કોઈ ઔપચારિકતા કરવાની જરૂર નથી. જો કે આર્કિકેટચરલ વિભાગની આ માટે મંજૂરી લેવી પડશે કેમ કે આ ઈમારતનો પુરતત્વીય ઈમારતોમાં સમાવેશ થાય છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હિટલર સાથે જોડાણ ધરાવતી દરેક સાઈટ નેસ્તેનાબૂદ કરવામાં આવશે, અહીં સરકારી ઈમારત અથવા કોઈ સામાજિક એજન્સીની ઓફિસ શરૂ કરવામાં આવશે. જો કે કમિશને આ જગ્યાને ખાલી રાખવાનો નિર્ણય કર્યો હતો. સરકારે આ વર્ષે આ ઘર તેના મુળ માલિક પાસેથી પરત લઈને તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે, આ મકાનના માલિક સતત આ મકાનને તોડવા કે તેમાં ફેરફાર કરવાનો વિરોધ કરી રહ્યાં હતા. ઈન્ટરીયર મંત્રાલયે સંસદમાં આ અંગે મત લેતા પહેલા આ મકાન તોડી પાડવાનો ડ્રાફટ તૈયાર કર્યો છે.