'બાહુબલી'ના લેખક અક્ષય-અનિલ કપૂરની કઈ હિટ ફિલ્મોની સીક્વલ લખી રહ્યા છે? જાણો
આવતા વર્ષે આ બંને ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત કંગના રાનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા- ધ ક્વિન ઓફ ઝાંસી’ની સ્ક્રીપ્ટ પર પણ કામ કર્યુ છે.
પ્રસાદે આગળ વાત કરતા જણાવ્યું કે, ‘આટલી બધી સફળ ફિલ્મોની સ્ટોરીની સિક્વલ લખવીએ આસાન વાત નથી. સારા પ્લોટના આઈડિયાને આગળ લઈ જવો અને એ પણ એંટરટેઈન્મેંટ સાથે તે અઘરું કામ છે.’
પ્રસાદે ન્યૂઝ એજંસી સાથે વાત કરતા કહ્યું કે, ‘હું અનિલ કપૂરની નાયક અને અક્ષયની રાઉડી રાઠોડની સિક્વલ લખી રહ્યો છું. પણ હાલ વાર્તા કે ફિલ્મના અભિનેતાઓ વાત કરવી યોગ્ય નથી.’
નવી દિલ્લી: બોક્સ ઓફિસના બધા રેકોર્ડ્સ તોડીને ઈતિહાસ રચનારી ફિલ્મ ‘બાહુબલી 2- ધ કન્ક્લુઝન’ના લેખક કે. વિજયેંદ્ર પ્રસાદ બીજી ફિલ્મોની સીક્વલ લખી રહ્યા છે. અહેવાલો છે કે વિજયેંદ્ર પ્રસાદ અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘નાયક- ધ રીયલ હિરો’ અને અક્ષય કુમારની ‘રાઉડી રાઠોડ’ની સીક્વલ લખી રહ્યા છે.