સ્વિટ્ઝરલેન્ડમાં પકડવામાં આવેલ નકલી નોટોમાં થયો ચાર ગણો વધારો, જૂની 500-1000ની નોટ વધારે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2017 07:49 AM (IST)
1
બનાવટી ચલણી નોટો રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો (હવે બંધ થયેલી)ના સ્વરૂપમાં છે. જોકે રૂપિયા ૨,૦૦૦ની એક પણ બનાવટી નોટ પકડાઇ નથી. તાજેતરના આંકડા મુજબ ૨૦૧૬માં ૧,૦૦૦ રૂપિયાની બંધ થયેલી ૧,૪૩૭ નોટ પકડાઇ છે. ૫૦૦ રૂપિયાની માત્ર પાંચ બનાવટી નોટો જપ્ત કરાઇ છે. ૨૦૧૫માં ૩૪૨ જેટલી બનાવટી નોટો પકડાઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બર્નઃ સ્વિટ્ઝરલેન્ડને કાળાનાણાં માટે સ્વર્ગ ગણવામાં આવે છે પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે, આ યૂરોપીયન દેશમાં નકલી ભારતીય નોટમાં પણ અનેકગણો વધારો થયો છે. સ્વિસ પ્રાધિકરણોએ 2016માં જે નકલી ભારતીય નોટ જપ્ત કરી છે તેમાં ચાર ગણો વધારે થયો છે. તેની સાથે જપ્ત કરવામાં આવેલ નકલી ચલણમાં યૂરો અને અમેરિકન ડોલર બાદ ભારતીય રૂપિયો ત્રીજા સ્થાન પર આવી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -