પેરેન્ટ બન્યા બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક નવી એડ ફિલ્મમાં જોવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે, દીકરીના જન્મ બાદ આ તેમની પહેલી એડ ફિલ્મ છે.  37 સેકેન્ડની આ એડ ફિલ્મ સ્ટીલ બ્રાન્ડની છે. તેમાં બંનેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે


આ એડમાં અનુષ્કા અને વિરાટ એક બેડ પર સૂતા છે અને ટ્રાવેલ પ્લાન બનાવી રહ્યાં છે. અનુષ્કા ગ્રીન ટોપ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળી રહી છે. તો વિરાટ બ્રાઉન શર્ટ અને વ્હાઇટ પેન્ટમા જોવા મળે છે. અનુષ્કા તેમના ફોન પર હોલિડે માટે એક્ટિવિટી સર્ચ કરી રહી છે તો વિરાટ એક રેડ ક્રિકેટ બોલથી રમી રહ્યો છે.

વીડિયોમાં અનુષ્કા કહે છે. “આપણે બગી જમ્પિંગ અને બીજા એન્ડવેન્ચર કરીશું” તો વિરાટ કહે છે. “બીચ પર ચીલ કરીશું બસ”, અનુષ્કા વિરાટનમા આવા  આળસી સ્વભાવથી નારાજ થઇ જાય છે. ત્યારે વિરાટ પ્રેમથી કહે છે, મારું એડવેન્ચર મને છોડીને જશે છે.


આ એડ ગત સપ્તાહ યૂટ્યૂબ પર રિલીઝ થઇ ચૂકી  ગઇ છે. આ એડ ગત વર્ષે ઓગસ્ટમાં પેગ્નન્સી વાત જાહેર થયા પહેલા શૂટ કરવામાં આવી હતી. આ પહેલા પણ આ બંને સાથે એડ ફિલ્મ કરી ચૂક્યા છે.

અનુષ્કાએ 11 જાન્યુઆરીએ મુંબઇની હોસ્પિટલમાં બેબી ગર્લને જન્મ આપ્યો, ખુદ વિરાટ કોહલીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા દ્વારા પેરેન્ટ બન્યાના ગૂડ ન્યઝ શેર કર્યાં હતા.