રાજકોટઃ રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીની એક ઓડિયો કલીપ વાઇરલ થતાં ખળભળાટ મચ્યો છે. રૈયાણીની કહેવાતી આ ક્લિપમાં પાટીદાર સમાજના આગેવાન એવા ભૂતપૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલ રાદડિયા તથા તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો આપે છે. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને તેમના પિતા કોંગ્રે ઉપરાંત પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા ભૂતપૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ છે.
જો કે રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પોતાની ઓડિયો ક્લિપ અંગે એવી સ્પષ્ટતા કરી છે કે, આ ક્લિપ દસ વર્ષ પહેલાની છે અને આ મુદ્દે હું પોલીસ ફરિયાદ કરીશ. તેમણ દાવો કર્યો કે, આ ક્લિપ દ્વારા મારી રાજકીય કારકિર્દીને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. ક્લિપમાં જેમનાં નામો લેવામાં આવ્યાં છે તે મારા માટે સન્માનનિય છે. મારા પક્ષના આગેવાનોને મારી કામગીરી વિશે ખબર જ છે. જે લોકો દ્વારા ઓડિયો ક્લિપ વાઇરલ કરવામા આવી છે તેમના વિરૂધ્ધ હું પોલીસ ફરિયાદ કરવાનો છું.
અન્ય મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં રૈયામીએ આક્ષેપ કર્યો છે કે, આ ઓડિયો ક્લિપમાં કંઇ નથી અને જે પણ વાતો છે તે જૂની છે. આ ક્લિપ કોઇએ મિક્સિંગ કરીને બનાવી છે. સામે કોઇ વ્યક્તિ બોલતી નથી. મેં કોઇને કંઇ કહ્યું નથી કે ગાળ આપી નથી. આ બધું મિક્સિંગ કરેલું છે અને ચૂંટણી આવે એટલે અનેક લોકો આ પ્રકારે બદનામ કરવા મથતા હોય છે.
સૌરાષ્ટ્રના ભાજપના ક્યા ધારાસભ્યની વિઠ્ઠલ-જયેશ રાદડિયાને ગાળો આપતી ક્લિપ થઈ વાયરલ ? ધારાસભ્યે શું કર્યો ખુલાસો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jan 2021 01:20 PM (IST)
રૈયાણીની કહેવાતી આ ક્લિપમાં પાટીદાર સમાજના આગેવાન એવા ભૂતપૂર્વ સંસદ સભ્ય સ્વ. વિઠ્ઠલ રાદડિયા તથા તેમના પુત્ર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને ગાળો આપે છે. આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને તેમના પિતા કોંગ્રે ઉપરાંત પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તથા ભૂતપૂર્વ ધારાસભ્યના નામનો પણ ઉલ્લેખ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -