મલાઇકાએ અરબાઝ સાથે છૂટાછેડાને લઈ પહેલીવાર કર્યો ખુલાસો, જાણો વિગત
મુંબઈઃ અરબાઝ ખાન અને મલાઇકા અરોરા લગ્નના વર્ષો બાદ છૂટા પડ્યાં હતાં. છૂટાછેડા બાદ પણ તેઓ એક સારા સંબંધો શેર કરી રહ્યાં છે. લગભગ દરેક તહેવાર અને બીજા કાર્યક્રમ પર સલમાનના ઘરે મલાઇકા નજરે પડે છે. પરંતુ હાલમાં જ મલાઇકાએ અરબાઝ સાથેના સંબંધોને લઇને ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઇકા અરોરા, કરિના કપર ખાનના રેડિયો શોમાં પહોંચી હતી, જ્યાં તેણે અરબાઝ ખાન સાથે છૂટાછેડા અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મને બન્ને એક-બીજાની સાથે બીજાને પણ દુ:ખી કરી રહ્યાં હતાં.મલાઇકાએ કહ્યું કે, અમે બન્ને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા કારણે બધા જ હેરાન હતા. અમારા બન્નેના કારણે બધાનું જીવન પ્રભાવિત થઇ રહ્યું હતું. છૂટાછેડા લીધા તેની એક રાત પહેલાં સુધી હં પરિવાર સાથે બેઠી અને વાત કરી. મેં મારી જાતને પૂછ્યું કે શું હું 100 ટકા છૂટાછેડા લેવા માગુ છુ? એ પછી મેં આ નિર્ણય લીધો.
મલાઇકાને પૂછવામાં આવ્યું હતું કે, છૂટાછેડા બાદ તે કેવી રીતે બધી વસ્તુઓ મેનેજ કરે છે અને અરબાઝ સાથે કેવા સંબંધો શેર કરે છે. આ અંગે તેણે કહ્યું કે, મને લાગે છે કે તમારા સંબંધોમાં બાળક હોય છે ત્યારે તમે વસ્તુઓને વધુ ગંભીરતાથી લો છો. હું એ નહીં કહું કે અરબાઝ મારો સારો મિત્ર છે, પરંતુ અમે સારો સંબંધ શેર કરીએ છીએ. અમારા સંબંધોમાં અમારા પુત્રની ખુશી મહત્વપૂર્ણ છે.
મલાઇકાએ કહ્યું, આ નિર્ણય મારી માટે સરળ નહોતો. આ કોઇ સામાન્ય નિર્ણય ન હતો, જે હું સરળતાથી લઇ શકું. આવા નિર્ણયમાં કોઇને કોઇની ઉપર આરોપ મૂકવામાં આવે છે અને પાર્ટનર એક-બીજા સામે આંગળી ચિંધે છે. દરેક સામાન્ય વ્યક્તિ આવું કરે છે. મારા જેવા વ્યક્તિ માટે આ વધુ મહત્વપૂર્ણ નિર્ણય હતો. કેમ કે, મારા માટે ખુશી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. મેં અને અરબાઝે આ નિર્ણય લેતાં પહેલાં ઘણી વાત કરી અને પછી અલગ થયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -