મુંબઈ પોલીસે નોંધ્યું ઝાયરા વસીમનું નિવેદન, છેડતી કરનારા મુસાફર પર થઈ શકે છે કેસ
નેશનલ કમિશન ઓફ વુમન (NCW)ના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે, મેં હમણાં જ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો જોયો છે. આ ઘટનાથી મને આઘાત લાગ્યો છે અને ક્રૂ મેમ્બર્સે પણ તેને કોઈ મદદ ન કરી તે આશ્ચર્યજનક છે. આરોપીનું નામ જાહેર કરવાનું જણાવી એનસીડબલ્યુએ વિસ્તારાને પણ નોટિસ આપવાનું વિચારી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિસ્તારા એરલાઇન્સે ઘટના બાદ જણાવ્યું કે, ગત રાતે ઝાયરા વસીમને થયેલા અનુભવનો રિપોર્ટ અમે જોયો છે. અમે આ અંગે ઉંડાણપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન કરીશું અને ઝાયરાને શક્ય તમામ સપોર્ટ આપીશું. આ પ્રકારની ઘટના અંગે અમે ખરેખર દિલગીર છીએ. વિસ્તારાના સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇન દ્વારા પુરુષ પેસેન્જરનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ કેબિન ક્રૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
ઝાયરા જ્યારે મુંબઈ પહોંચી ત્યારે તેણે એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં તે રડતી રડતી તેની સાથે થયેલી ઘટનાનું વર્ણન કરી રહી છે. તેણે કહ્યું, ત્યાં ઘણા લોકો હાજર હતા પરંતુ કોઈએ મારી મદદ ન કરી. આ સારી વાત નથી.
ઝાયરાએ ફ્લાઇટમાંથી ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખતાં કહ્યું કે, મારી પાછળ બેઠેલો આધેડ ઓછી લાઇટનો ફાયદો ઉઠાવી રહ્યો છે. તે તેના પગ વડે મારી ગર્દન અને પીઠને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો છે. પહેલા મેં જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેણે ફ્લાઇટ ટર્બુલેંસની વાત કહી પરંતુ બાદમાં તે ફરીથી આ પ્રકારની હરકત કરવા લાગ્યો. મેં આ અંગેનો એક વીડિયો બનાવવાની કોશિશ કરી પરંતુ લાઇટ ઓછી હોવાના કારણે તેમ ન થઈ શક્યું.
મુંબઈઃ દંગલ ગર્લ ઝાયરા વસીમે ફ્લાઇટમાં છેડતીનો આરોપ લગાવતો એક વીડિયો અપલોડ કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટમાં તેની બરાબર પાછળ બેસેલા એક વ્યક્તિએ ખોટી રીતે સ્પર્શ કર્યો છે. ઝાયરાએ એવો પણ આક્ષેપ કર્યો કે, આ અંગે ફ્લાઇટ ક્રૂને જાણ કરવા છતાં તેમણે કોઈ મદદ ન કરી. ઝાયરા દિલ્હીથી મુંબઈ આવી રહી હતી. મુંબઈ પોલીસની PI સુનૈના નટે ઝાયરા વસીમ અને તેની માતાનું હોટલ હયાત રિજેન્સીમાં જઈને નિવેદન નોંધ્યું હતું. જે બાદ હવે ગમે ત્યારે સહાર પોલીસ સ્ટેશનમાં છેડતી કરનારા મુસાફર સામે મામલો નોંધાઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -