હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાના આપ્યા સંકેત કહ્યું, સારી ઓફર મળે તો જોડાઈશ
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે ભાજપના દબાણમાં તેમના સહયોગીઓએ સાથ છોડ્યો છે, પરંતુ તેનાથી તેની રેલીમાં આવતા લોકોની સંખ્યા પર કોઈ અસર નથી જોવા મળી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલે આશા વ્યક્ત કરી છે કે તેઓ રાહુલ ગાંધીના સારા મિત્ર બની શકે છે. રાહુલ ગાંધીના વખાણ કરતા હાર્દિકે કહ્યું રાહુલમાં ધણો સુધાર થયો છે, લોકો તેમને સાંભળી રહ્યા છે. હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાની ઈચ્છા પર કહ્યું, જો કૉંગ્રેસ તરફથી સારી ઓફર કરવામાં આવશે તો તેઓ કૉંગ્રેસમાં સામેલ થશે.
નવી દિલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપને ઘૂળ ચાટતી કરાવાનુ સપનું જોતા પાટીદાર નેતા હાર્દિક પટેલે કૉંગ્રેસમાં સામેલ થવાની શરતોનો ખુલાસો કર્યો છે. હાર્દિકે સ્પષ્ટ કર્યું હતું કે તે એ જ કામ કરશે , જે પાટીદાર કહેશે. જો પાટીદાર સમાજ ઈચ્છે તો તેઓ કૉંગ્રેસમાં સામેલ થશે.
પાટીદાર નેતા હાર્દિક પટેલ પહેલા જ ભાજપને હરાવવા માટે કૉંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -