જણાવીએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હાલમાં જ 62માં ગ્રેમી એવોર્ડ્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ ખાસ અવસર પર પ્રિયંકાએ ફરી એક વખત પોતાની ડ્રેસિંગસેન્સથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. પ્રિયંકાએ ડિપ નેકનું વ્હાઈટ ગાઉન પહેર્યું છે, સાથે જ તેણે મેચિંગ ડાયમંડ ઇયરિંગ પહેરી હતી.
આમ તો પ્રિયંકા મોટેભાગે પોતાના આઉટફિટ્સને લઈને ચર્ચામાં રહે છે. જ્યાં એક બાજુ તેના આ આઉટફિટને લઈને તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે, ત્યારે તેને લઈને ટ્રોલ્સ પણ કરવામાં આવી રહી છે. પ્રિયંકા ચોપરાની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યા છે.
માત્ર પ્રિયંકા ચોપરા જ નહીં પરંતુ નિક જોનસ પણ આ દરમિયાન ટ્રોલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર નિક જોનસની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેના દાંતમાં કંઈક લાગેલું દેખાઈ રહ્યું છે. ફેન્સ તેને સ્ટેજ પર પરફોર્મ કરતા પહેલા ટૂથબ્રશ કરવાની સલાહ આપતા જોવા મળી રહ્યા છે.