બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના નિધનના બે દિવસ બાદ તેની દીકરી રિદ્ધિમા કપૂર પોતાની દીકરી સાથે મુંબઈ પહોંચી છે. રિદ્ધિમાં દિલ્હીમાં હોવાથી તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઈ શકી નહોતી. લોકડાઉનના કારણે તે રોડ માર્ગની મંજૂરી લીધી હતી.


ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થનારી એક્ટ્રેસ આલિયા ભટ્ટ સતત રિદ્ધિમાના સંપર્કમાં રહી હતી. રિદ્ધિમાએ પિતાની એક તસવીર શેર કરીને પોતાનું વ્યક્ત દુઃખ કર્યુ હતું.

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી, "પપ્પા હું તમને પ્રેમ કરું છુ અને હંમેશા પ્યાર કરતી રહીશ. ઈશ્વર બળવાન યોદ્ધાના આત્માને શાંતી આપે. હું તમને હંમેશા યાદ કરીશ. હું તમને રોજ યાદ કરીશ. તમારો ફેસ ટાઈમ કોલ મિસ કરીશ. કદાચ તમને અલવિદા કહેવા હું ત્યાં હાજર હોત. આપણે ફરી મળીશું પાપા."

બોલિવૂડના પીઢ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે ગુરુવાર, તા. 30 એપ્રિલ, 2020ના રોજ મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. વિવિધ શારીરિક તકલીફના કારણે તેમને 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. (તસવીરઃ માનવ મંગલાની)