ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 333 નવા કેસ નોંધાયા છે જ્યારે 26 દર્દીઓના મોત થયા છે. આજે 160 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5054 પર પહોંચી છે અને મૃત્યુઆંક 262 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 250 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 17, વડોદરા-17, મહિસાગર- 6, પંચમહાલમાં 1, બોટાદ-6, ગાંધીનગર-18, પાટણમાં -3, દાહોદ અને તાપીમાં એક-એક, ખેડા-3, નવસારી-2, વલસાડ-2, છોટાઉદેપુરમાં 1 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 26 લોકોનાં મોત થયા છે. જેમાંથી 9નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 17નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 26 મોતમાંથી અમદાવાદમાં-20, સુરતમાં-1, વડોદરા- 3, સુરત-2 અને આણંદમાં 1 મોત થયું છે. કુલ મૃત્યુઆંક 262 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ 5054 કોરોના કેસમાંથી 36 દર્દી વેન્ટિલેટર પર છે અને 3860 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 896 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 74116 ટેસ્ટ થયા જેમાંથી 5054 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
જિલ્લા પ્રમાણે અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના કેસની વિગત
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 333 નવા કેસ, 26નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 May 2020 08:05 PM (IST)
ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5054 પર પહોંચી છે અને મૃત્યુઆંક 262 થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -