બોલિવૂડના આ એક્ટરનો શ્રમદાનનો વીડિયો જોઈને ભડક્યા યૂઝર્સ, જાણો કેમ
abpasmita.in | 03 May 2019 09:54 AM (IST)
આમિર ખાન ફિલ્મો ઉપરાંત સામાજિક કામોમાં ખૂબ જ સક્રિય રહે છે. અવારનવાર આમિર ખાન પોતાના સોશિયલ એકાઉન્ટ દ્વારા એપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
મુંબઈઃ આમિર ખાન ફિલ્મો ઉપરાંત સામાજિક કામોમાં ખૂબ જ સક્રિય રહે છે. અવારનવાર આમિર ખાન પોતાના સોશિયલ એકાઉન્ટ દ્વારા એપડેટ ફેન્સ સાથે શેર કરે છે. 1 મેના રોજ લેબર ડે અને મહારાષ્ટ્ર ડે વિશે વિષ કરતાં સુપરસ્ટાર આમિર ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર અનેક વીડિયોને જોઈને ફેન્સ ઘણાં જ ખુશ થયા અને આમિરે શ્રમદાનના ખૂબ વખાણ કર્યા. પરંતુ આમિર ખાને એક ભૂલ કરી, જેના કરાણે તેને યૂઝર્સ ટ્રોલ કરવા લાગ્યા. પાણી ફાઉન્ડેશન આમિર ખાન તેની પત્નિ સાથે મળીને ચલાવે છે. આ સંસ્થા પાણીના બચાવ, એકત્ર અને વરસાદના પાણીના યોગ્ય ઉપયોગ માટે કામ કરે છે. મહારાષ્ટ્ર દિવસ અને મજુર દિવસ નિમિત્તે આમિર ખાન અને કિરણ રાવ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ફરવા નિકળ્યા હતા. જેથી લોકોને પાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવામાં આવી રહેલા કેમ્પેન પ્રતિ જાગૃત કરી શકાય. આમિર મંગળવારે ઝાવાદર્જુન ગામમાં હતો. મહારાષ્ટ્રના ગામડાઓમાં પાણીની અછતને જોતા આમિર ખાને પાની ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યો છે અને લોકોમાં જાગર્તિ ફેલાવા માટે કામ કરી રહ્યો છે. આમિરે એક વીડિયો શેર કર્યો, જેમાં તેની સાથે એક 4-5 વર્ષની બાળકી જોવા મળી રહી છે. આ વીડિયોમાં બાળકી આમિર ખાન સાથે તેના શ્રમદાનમાં મદદ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં બાળકી રેડ ફ્રોક પહેરેલ કોદાળીથી ખાડો કરતાં જોવા મળી રહી છે અને માટી બહાર કાઢીને આમિર ખાનને આપી રહી છે. જોકે આમિર દ્વારા બાળકી સાથે કામ કરવાનું યૂઝર્સને પસંદ ન આવ્યું અને તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. યૂઝર્સ આમિર ખાન પર બાળ મજૂરીનો આરોપ લગાવી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે, ચાઈલ્ડ લેબર ક્રાઈમ, મહેરબાની કરીને આમ ન કરો.