નવી દિલ્હીઃ એક્ટર સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પોતાની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પરંતુ આ પહેલા તે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અહાન શેટ્ટી ફેશન ડિઝાઈનર તાન્યા શ્રોફને ડેટ કરી રહ્યો છે. અવાર નવાર આ કપલ એક બીજાની સાથે જોવા મળી રહ્યા છે. જણાવીએ કે ફિલ્મ સેટ પર અહાન શેટ્ટીના પ્રથમ શોટના મુહુર્ત પર તાન્યા શ્રોફ પણ હાજર હતી. તાન્યા શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને લખ્યું, માય રોક. આ પોસ્ટના જવાબમાં તેના બોયફ્રેન્ડ અહાન શેટ્ટીએ લક્યું, આઈ લવ યુ. અહેવાલ અનુસાર, બન્ને હાલમાં ગ્રીસ, ઈટલી અને ફ્રાન્સમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. તસવીરથી ખબર પડે છે કે બન્ને સમુદ્ર કીનારે પ્રવાસ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આ લવ કપલની તસવીર વાયરલ થઈ હતી. અહાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આ વેકેશન બાદ ડાયરેક્ટર મિલન લૂથરિયાની ફિલ્મ તડપનું શૂટિંગ કરવા પહોંચશે. આ ફિલ્મ હિટ તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રીમેક છે.