મુંબઇઃ દક્ષિણ ભારતની હૉટ એક્ટ્રેસમાંની એક ઐશ્વર્યા અર્જૂન કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. વધી રહેલા કોરોના સંક્રમણના કારણે હવે સેલેબ્સ પણ કોરોના પૉઝિટીવ થઇ રહ્યાં છે. હાલ એક્ટ્રેસ ઘરમાં ક્વૉરન્ટાઇન થઇ ગઇ છે. તેને સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની પુષ્ટી કરી હતી.

ઐશ્વર્યા અર્જૂને લખ્યું- હું તાજેતરમાં જ કોરોના પૉઝિટીવ થઇ છું, મેડિકલ ટીમ દ્વારા સૂચવવામાં આવેલી તમામ સાવધાનીઓ રાખીને ઘરમાં ક્વૉરન્ટાઇન છું. છેલ્લા થોડાક દિવસોમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ કૃપા કરીને ખ્યાલ રાખે. બધા સુરક્ષિત રહો અને કૃપા કરીને માસ્ક પહેરો. ઇશ્વર કૃપા રાખે. આભાર. ઐશ્વર્યા અર્જૂન...



ઐશ્વર્યા અર્જૂન જાણીતી તામિલ, તેલુગુ અને કન્નડ અભિનેતા -ફિલ્મકાર અર્જૂન સરજાની દીકરી છે. જેને લોકો એક્શન કિંગના નામથી ઓળખે છે.



નોંધનીય છે કે, કોરોના મહામારીની ઝપેટમાં છેલ્લા કેટલાક સમયથી મોટા મોટા ચહેરા આવી રહ્યાં છે. બૉલીવુડના મહાનાયક અમિતાભ સહિત પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે.