મુંબઈ: અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે આજે એશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચનનો પણ કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેમાં કોરોના વાયરસના સામાન્ય લક્ષણો છે. સારા સમાચાર એ છે કે આ વખતે પણ જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવ્યો છે. એશ્વર્યા અને આરાધ્યાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કે નહી તેને લઈને કોઈ જાણકારી સામે નથી આવી.


ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલનું કહેવું છે કે બંનેમાં સામાન્ય લક્ષણો છે. બીએમસી અમિતાભના ઘરે સેનેટાઈઝ કરવાનું કામ કરી રહી છે.

અમિતાભ બચ્ચને ટ્વિટ દ્વારા માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ કરાયા છે. 'છેલ્લા દસ દિવસમાં જેઓ મારા તેમજ પરિવારના સંપર્કમાં આવ્યા હોય તેમણે પોતાનો ટેસ્ટ કરાવી લેવો એવી વિનંતી' લક્ષણો દેખાતાં જ તેમણે તુરંત ટેસ્ટ કરાવ્યો હતો.

અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી કે, તેઓ સારા છે અને કોઈને ઘબરાવાની જરૂર નથી. તેના આખા પરિવારને કોરોના પોઝિટિવ થઈ ગયો છે અને બીએમસી તેમના સંપર્કમાં છે.