નવી દિલ્હીઃ કેટલીક સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનની કિંમતો ઘટાડી રહી છે. હવે રિયલમીએ પોતાના સ્માર્ટફોન રિયલમી 3 પ્રૉની કિંમતમાં ઘરખમ ઘટાડો કરી દીધો છે. જો તમે બજેટ ફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ ફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. જાણો શું છે ફોનની કિંમત અને ફિચર્સ......

જાણકારી અનુસાર, રિયલમી 3 પ્રૉની કિંમતમાં કંપનીએ 6 હજાર રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. પહેલા આ સ્માર્ટફોનની કિંમત 15999 રૂપિયા હતી, વળી, હવે આ પ્રાઇસ ઘટ્યા બાદ હવે આ ફોનની કિંમત 9999 રૂપિયા થઇ ગઇ છે. તમે આસાનીથી ખરીદી શકો છો.

રિયલમી 3 પ્રૉમાં 6.3 ઇંચની ડ્યૂડ્રપ ફૂલ સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન પ્રૉટેક્શન માટે ફોનમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 710 પ્રૉસેસર છે. આ ફોનની બેટરી 4045 એમએએચની છે. ફોન પર્પલ, બ્લૂ અને ગ્રે કલરમાં અવેલેબલ છે.



આ ઉપરાંત ફોનમાં બેસ્ટ કેમેરા છે, 25 એમપીનો ફ્રન્ટ કેમેરો, અને બેકમાં 16 એમપી અને 5 એમપીનો ડ્યૂલ કેમેરા સેટઅપ છે.

ખાસ વાત છે કે, રિયલમી 3 પ્રૉ સ્માર્ટફોની ટક્કર હવે માર્કેટમાં મોટોરોલાના વન વિઝન પ્લસ સાથે છે. આ ફોનમાં પણ હાઇટેક ફિચર્સ આપવામાં આવ્યા છે.