ઐશ્વર્યાએ અમિતાભ કે જયા સાથે નહીં આ પરિવાર સાથે મનાવ્યો 45 બર્થડે, તસવીરો થઇ વાયરલ
ઐશ્વર્યા એ તેની આ ખાસ પાર્ટીની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં તેના પતિ અભિષેકે તસવીર પર શેર કરતાં લખ્યું છે કે હેપી બર્થ ડે વાઇફ, આઇ લવ યુ…..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઐશ્વર્યાએ પોતાનો જન્મ દિવસ માતા, પતિ અને દીકરી સહિત સાસરા પક્ષના પરિવારના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો છે.
મુંબઇઃ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને પોતાનો 45મો જન્મદિવસ ધામધૂમથી અને ખાસ અંદાજમાં મનાવ્યો હતો. આ દરમિયાન તે તેની માતાના પરિવાર સાથે જોવા મળી. પતિ અભિષેક બચ્ચન, પરિવાર અને કેટલાક નજીકના મિત્રો પાર્ટીમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર 1973ના રોજ ઐશ્વર્યાનો મેંગ્લુંરૂમાં જન્મ થયો હતો. ઐશ્વર્યા આર્કિટેક બનવા માંગતી હતી તેના માટે તેણે એક ઇન્સ્ટિટ્યૂમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ મોડલિંગમાં કેરિયર બનાવા માટે અધવચ્ચે કોર્સ છોડી દીધો હતો.
આજે ઐશ્વર્યા એક સફળ અભિનેત્રી છે, એક ખૂબ જ ધ્યાન રાખનાર પત્ની અને દીકરી આરાધ્યાની માતા પણ છે. તેણે 2007ની સાલમાં અભિનેતા અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેની દીકરીનો જન્મ 2011મા થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -