‘હું એશ્વર્યા રાયનો દીકરો છું’, 29 વર્ષના યુવકે કર્યો આ દાવો, જાણો વિગતે
એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને વર્ષ 2007માં લગ્ન કર્યા હતાં. અત્યારે તેઓ એક પુત્રી આરાધ્યના માતા-પિતા છે. આ દાવા પર એશ્વર્યા અને બચ્ચન પરિવાર તરફથઈ કોઈ ટિપ્પળી કરવામાં આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વ્યક્તિ પાસે પોતાના દાવાને સાબિત કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ નથી. તેનું કહેવું છે કે તેના સંબંધીઓ બધા ડોક્યુમેન્ટ નષ્ટ કરી નાખ્યા છે.
હું ઈચ્છું છું કે મારી માતા ઘરે આવી જાય અને મારી સાથે મેંગલુરમાં રહે. હું વિશાખાપટ્ટનમ જવા માંગતો નથી. હું ઈચ્છું છું કે મારી માતાનો મોબાઈલ નંબર મારી પાસે હોય તો હું આઝાદ થઈ શકું.
સંગીત કુમારે જણાવ્યું હતું કે, એશ્વર્યા પણ નાનપણમાં તેનાથી અલગ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, મારી માતા એશ્વર્યાના 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન થયા હતા,
29 વર્ષિય સંગીતનો આરોપ છે કે, તેના પિતા એદિવેલુ રેડ્ડી તેને વિશાખાપટ્ટનમ લઈ આવ્યા હતા અને ત્યારથી તે અહીં જ રહે છે. તેનું કહેવું છે કે તે 27 વર્ષથી પોતાની માતાથી અલગ રહે છે, પરંતુ હવે તેની સાથે રહેવા માંગે છે.
વિશાખાપટ્ટનમમાં રહેતા સંગીત કુમારે જણાવ્યું હતું કે, તેનો જન્મ લંડનમાં IVF ટેક્નોલોજીની મદદથી થયો હતો. બે વર્ષ સુધી એશ્વર્યા રાય અને તેની માતા વૃન્દા રાય તેમજ પિતા કૃષ્ણરાજ રાયે તેની દેખરેખ રાખી હતી.
વિશાખાપટ્ટનમ: બોલિવૂડ સ્ટાર્સના કેવા ક્રેઝી ફેન્સ હોય છે તે આપણે બધાં જાણીએ જ છીએ, જોકે એશ્વર્યાના એક ફેન વિચિત્ર પ્રકારનો દાવો કર્યો છે. આ યુવક પોતાને એશ્વર્યા રાય બચ્ચનનો દીકરો કહી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -