મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનની એક તસવીર હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આમ તો ઐશ્વર્યા આ તસવીરોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ તેમાં ઐશ્વર્યાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે લોકો તેને ઘણાં સવાલો પૂછી રહ્યા છે. આ વાયરલ તઈ રહેલી તસવીરોમાં ઐશ્વર્યાએ લાલ કલરનો સુંદર સૂટ પહેર્યો છે. આ તસવીરોને જોતાં ઐશ્વર્યાના પ્રેગ્નેન્ટ હોવાની ખબરો સોશિયલ મીડિયા પર સામે ઉડતી નજરે રહી છે.



હાલમાં જ એશ્વર્યા અને અભિષેક મુકેશ અંબાણીની બહેન નીના કોઠારીની છોકરી નયનતારાની પ્રી-વેડિંગ પાર્ટીમાં જોવા મળી હતી. અહીં અભિષેકે બ્લેક સૂટ અને એશ્વર્યા ફેશન ડિઝાઇનર સબ્યસાચીના રેડ અને ગોલ્ડન ગોટા વાળા ડિઝાઇનર ડ્રેસમાં નજરે પડી હતી. આ ડ્રેસમાં એશ્વર્યાનો દુપટ્ટો એ રીતે હતો જેનાથી પેટ ઢંકાયેલું હતું. એવામાં ઇન્ટરનેટ પર લોકો સવાલ ઉઠાવવા લાગ્યા છે કે એશ્વર્યા પ્રેગનેન્ટ છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે એશ તેના બેબી બમ્પને છુપાવવાની કોશિશ કરી રહી છે.



જોકે, થોડાક સમય પહેલા એશ્વર્યા અને અભિષેકનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમા એશ્વર્યા એક બીચ પર નજરે પડી રહી હતી. આ વીડિયો ગોવાનો હતો જ્યાં એશ અને અભિષેક વેકેશન મનાવી રહ્યા હતા. આ વીડિયોથી પણ એશ્વર્યાના પ્રેગનેન્ટ હોવાની અટકળોએ જોર પકડ્યું હતું.

લગ્નના 12 વર્ષ પછી પણ બંને વચ્ચેનો પ્રેમ ઓછો નથી થયો. બીચ ઉપર બંનેની વચ્ચે તણાવ હોવાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ એ ખોટી સાબિત થઈ. એવી જ રીતે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકને આદર્શ કપલ નથી માનવામાં આવતું.