નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત ગુરુવારે સબરીમાલા અને રાફેલ મામલે ચુકાદો આપશે. આ બન્ને મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટની બે અલગ અલગ સંવિધાન પીઠ કરશે જેના અધ્યક્ષ ચીફ જસ્ટિસ રંજન છે. ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યાં છે.


સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા,અરૂણ શૌરી અને કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણ સહિત કેટલાક અન્ય લોકોની અરજી પર સુનાવણી કરશે. જેમાં ગત વર્ષે 14 ડિસેમ્બરના આ નિર્ણય પર પૂનર્વિચાર કરવાની માંગ કરી હતી. જેમાં ફ્રાન્સની કંપની દસોલ્ટ પાસેથી 36 ફાઇટર પ્લેન ખરીદવા માટે કેન્દ્ર સરકારની રાફેલ ડીલને ક્લીન ચિટ આપી હતી.

બીજો મામલો સબરીમાલાનો છે. કેરળમાં સ્થિત સબરીમાલા મંદિરમાં કોઈપણ ઉંમરની મહિલાઓને પ્રેવશ આપવાની અનુમતિ કોર્ટ દ્વારા આપવામાં આવી છે. જેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર માટે કેટલીક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટ નિર્ણય કરશે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાનિક બેન્ચ 28 સપ્ટેમ્બર 2018ના નિર્ણય બાદ થયેલા હિંસક વિરોધ બાદ 56 પુનર્વિચાર અરજી સહિત 65 અરજીઓ પર ચુકાદો આપશે.