ઈન્દોરઃ ભારતીય ક્રિકેટ ટીમ આજથી બાંગ્લાદેશ વિરુદ્ધ બે મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત કરશે. પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, 5 દિવસ દરમિયાન શહેરના આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે પરંતુ વરસાદની શકયતા નથી.
સવારે 9.00 કલાકે ટોસ થશે અને 9.30 વાગ્યાથી મેચ શરૂ થશે. મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ પર થશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પરથી નીહાળી શકાશે. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના મુખ્ય ક્યુરેટર સમંદર સિંહ ચૌહાને કહ્યું કે, અમે ટેસ્ટ ક્રિકેટની જરૂરિયાત મુજબ જીવંત વિકેટ બનાવી છે. આ વિકેટથી બોલર અને બેટ્સમેન બંનેને મદદ મળશે. દર્શકોને બંને ટીમો વચ્ચે સારી ટક્કર જોવા મળશે.
ટીમ ઇન્ડિયા પાસે સતત ત્રીજી સીરિઝમાં ક્લીન સ્વીપ કરવાની તક છે. જો એમ થશે તો આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા 120 અંક હાંસલ કરી લેશે. ભારત ચેમ્પિયનશીપમાં 240 અંક સાથે પ્રથમ નંબર પર છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રહાણે બંન્ને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશને નબળી ટીમ નહી ગણે.
પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિદ્ધીમાન સાહા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા
IND v BAN: આજથી પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
abpasmita.in
Updated at:
14 Nov 2019 07:16 AM (IST)
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, 5 દિવસ દરમિયાન શહેરના આકાશમાં વાદળો છવાયેલા રહી શકે છે પરંતુ વરસાદની શકયતા નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -