અજય દેવગન અને કાજોલે આ ખાસ અભિયાનનું કર્યું સમર્થન, જુઓ તસવીરો
કાજોલે કહ્યું, આપણે જવાબદાર લોકો તરીકે વર્તન કરવું જોઈએ. આપણે પ્લાસ્ટિકને રીસાઈકલ કરવું જોઈએ અને પછી એનો ફરી ઉપયોગ કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજોલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, મુંબઈના રસ્તાઓ, દરિયાકિનારાઓ પર પ્લાસ્ટિકનો કચરો પડેલો જોઈને મને દુઃખ થાય છે. આપણે એવું કામ કરીએ કે આપણી આવતીકાલ સુધરી જાય. એવો ડર દર્શાવાયો છે કે 2050ની સાલ સુધીમાં દુનિયામાં દરિયાઓમાં માછલીઓ કરતાં પ્લાસ્ટિકનો કચરો વધી જશે. તેથી એવું ન થાય એ માટે આપણે કંઈક કરવું જોઈએ.
મુંબઈ: પ્લાસ્ટીક બનશે ફેન્ટાસ્ટિક ઈવેન્ટ પર પહોંચી રિયલ લાઈફના બોલીવૂડ અજય દેવગન અને કાજોલે લોકોને અપીલ કરી છે કે એમણે પ્લાસ્ટિકને રીસાઈકલ કર્યા બાદ એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. આ સ્ટાર કપલે શનિવારે મુંબઈના માહિમ ખાડી વિસ્તારમાં 'પ્લાસ્ટિક બનેગા ફેન્ટાસ્ટિક' ઝુંબેશમાં ભાગ લીધો હતો.
આ ઈવેન્ટમાં કાજોલ અને અજય દેવગન કેમેરા સામે પોઝ આપતા પણ જોવા મળ્યા હતા. કાજોલ અને અજય પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવાની પહેલને સમર્થન કરતા રહ્યા છે. આ ઈવેન્ટ દરમિયાન બોલીવૂડ કપલે લોકોને પ્લાસ્ટિકથી વાતાવરણને થતા ખતરા વિશે માહિતગાર કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -