હાર્દિક પંડ્યાને લઈ ઈરફાન પઠાણે શું આપ્યું નિવેદન, જાણો વિગત
ભરૂચમાં એક ક્રિકેટ એકેડમીનાં ઉદ્ધાટનમાં બંન્ને ભાઇઓ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ હાજર રહ્યાં હતાં. ઉદ્ઘાટન બાદ જ્યારે મીડિયાએ ઇરફાનને પૂછ્યું કે હાર્દિક જે કંઇ બોલ્યો છે તે અંગે તમે શું માનો છો? તો તેના જવાબમાં ઇરફાને જવાબ આપ્યો હતો કે, 'જે આખી ઘટના બની છે તે સારી નથી. આ આખો મામલો વહેલી તકે ઉકેલાઈ જવો જોઇએ.'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોફી વિથ કરણમાં ક્રિકેટર હાર્દિક પંડ્યાનાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. હાર્દિકનાં વતન વડોદરાનાં કારેલીબાગમાં પણ મહિલા સંગઠન દ્વારા તેના પૂતળા દહન કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા સંગઠન દ્વારા બીસીસીઆઇને પત્ર લખીને ક્રિકેટર હાર્દિક પંડ્યા સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવે તેવો પત્ર લખ્યો છે. મહિલા સંગઠનનાં પ્રમુખ, શોભાબેન રાવલે વિરોધ નોંધાવતા કહ્યું છે કે, ' હાર્દિક માફી નહીં માંગે તો ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.'
ભરૂચઃ હાર્દિક પંડ્યા વિવાદને લઈ બરોડાના જ આંતરરાષ્ટ્રીય ખેલાડીએ મોટું નિવેદન આપ્યું છે. ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મુન્સી ક્રિકેટ એકેડમીનું ભરૂચમાં ઉદ્ધાટન કર્યું હતું. તે સમયે ઇરફાન પઠાણે કહ્યું હતું કે, 'જે આખી વાત થઇ તે સારી નથી થઇ.' નોંધનીય છે કે કોફી વિથ કરણ શોમાં હાર્દિક પંડ્યાનો મહિલાઓ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ઘણોજ વિરોધ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા અને ઇરફાન પઠાણ બંન્ને ક્રિકેટર વડોદરાનાં છે. ઇરફાન પઠાણને હાર્દિકનો ગુરૂ માનવામાં આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -