વીરૂ દેવગણના કરાયા અંતિમ સંસ્કાર, પુત્ર અજયે આપી હતી કાંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 May 2019 09:20 PM (IST)
બોલીવૂડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર વીરૂ દેવગણનું આજે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. વીરૂ દેવગણ ખૂબ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પુત્ર અને અભિનેતા અજય દેવગણે તેમને મુખાગ્નિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા.
મુંબઈ: બોલીવૂડના જાણીતા સ્ટંટ ડાયરેક્ટર વીરૂ દેવગણનું આજે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા. વીરૂ દેવગણ ખૂબ લાંબા સમયથી બીમાર હતા. આજે તેમના પુત્ર અને અભિનેતા અજય દેવગણે તેમને મુખાગ્નિ આપી અને અંતિમ સંસ્કાર કર્યા હતા. બોલીવૂડ અભિનેતા અજય દેવગણે પિતા વીરૂ દેવગણને કાંધ આપી હતી. ઉલેખ્ખનીય છે કે અજય દેવગણનો સમગ્ર પરિવાર મુંબઈમાં જ રહે છે. અજય દેવગણની પત્ની અને અભિનેત્રી કાજોલ તેમની સાર સંભાળ કરતી હતી. કાજોલ છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે અને પોતાના સાસુ-સસરાની સાથે જ રહે છે. વીરૂ દેવગણના નિધન બાદ સમગ્ર બોલીવૂડ શોકમાં છે. વીરૂ દેવગણના અંતિમ દર્શન માટે શાહરૂખ ખાન, સંજય દત્ત, અમિતાભ બચ્ચન, બોની કપૂર, સની દેઓલ સહિતના બોલીવૂડ સ્ટાર્સ અજયના ઘરે પહોંચ્યા હતા.