એક રિયાલિટી શો માં સાથે જોવા મળશે અજય દેવગણ, સંજય દત્ત અને અભિષેક બચ્ચન
abpasmita.in | 25 Oct 2016 04:42 PM (IST)
મુંબઈ:બોલીવુડ સુપરસ્ટાર અજય દેવગન, સંજય દત અને અભિષેક બચ્ચન એક સાથે જોવા મળશે. આ ત્રણેય અભિનેતાઓ આગામી દિવસોમાં શરૂ થનારા એક ચેટ શો ‘યારો કી બારાત’ માં સાથે જોવા મળશે. આ શો નો મહાએપિસોડ શુક્રવારે રિલીઝ થનાર અજય દેવગણની ફિલ્મ શિવાયના રિલીઝ બાદ શૂટ કરવામાં આવશે.આ શો ને જાણીતા ફિલ્મમેકર સાજિદ ખાન અને બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખ હોસ્ટ કરશે. અંગ્રજી સાઈટ બોલીવુડ લાઈફની એક રિર્પોટ મુજબ અજય દેવગણ અને અભિષેક બચ્ચનનો આ શો માટે સંર્પક કરવામાં આવ્યો હતો પરંતુ બંનેની તારીખો મેચ નહોતી થતી. ત્યાર બાદ રિતેશ દેશમુખ જે સંજય દત્ત અને અજય દેવગણના અંગત છે તેણે આ બંને સ્ટારનો સંર્પક કરી શો માટે તૈયાર કર્યા. પરંતુ હાલ અજય તેની ફિલ્મ શિવાય ને લઈને ખૂબ જ વ્યસ્ત છે, ત્યારે સાજિદે અજય, સંજય અને અભિષેકને શો માટે સમય ફાળવવાની વાત કરી છે