જમ્મુ: પાકિસ્તાનની સેનાએ મંગળવારે ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કરતા રાજૌરી જિલ્લીના નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાની ચોકીઓને નિશાને બનાવીને મોર્ટાર ફેંક્યા હતા અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો.

એક ઉચ્ચ સેના અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાની સેનાએ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન સવારે 10 વાગે રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આપણી ચોકીઓને નિશાને બનાવીને મોર્ટાર બોમ્બ ફેંક્યા હતા અને નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. તેના સામે ભારતીય સેનાએ તેનો મૂંહતોડ જવાબ આપ્યો હતો.

અધિકારીએ જણાવ્યું કે સેના પાકિસ્તાની સેનાને મુંહતોડ જવાબ આપી રહી છે. બન્ને તરફથી હાલ ગોળીબાર ચાલુ છે. ભારતીય વિસ્તારમાં કોઈ જાનહાનિ કે માલહાનિના કોઈ અહેવાલ મળી રહ્યા નથી. પાકિસ્તાની સૈનિકો દ્વારા જમ્મુ જિલ્લા સાથે જોડાયેલી અંતરરાષ્ટ્રીય સીમા પર ગઈકાલે કરવામાં આવેલી ગોળીબારમાં 6 વર્ષની એક બાળકીનું મોત થયું હતું અને બીએસએફનો એક જવાન શહીદ થયો હતો, જ્યારે આઠ નાગરિકો સહિત 10 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈનિકો તરફથી કરવામાં આવેલી ભીષણ ગોળીબારીમાં અસેન્ય વિસ્તારો અને જમ્મુ સાથે જોડાયેલી અંતરરાષ્ટ્રીય સીમા પર બીએસએફની 25 ચોકીઓને નિશાને બનાવી હતી.