Rock on 2 ના ટ્રેલરમાં શ્રદ્ધા કપૂરની દમદાર એક્ટિંગ, જુઓ વીડિયો
abpasmita.in | 25 Oct 2016 11:57 AM (IST)
મુંબઈ: અભિષેક કપૂરની ફિલ્મ રોકઓનની સિક્વલ રોક ઓન2નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી સાથે મેજિક બેંડમાં શ્રદ્ધા કપૂર પણ જોડાય છે. તેમજ પ્રાચી દેસાઈ અને શહાના ગોસ્વામી પણ છે. આ ફિલ્મને શુજાત સૌદાગરે ડાયરેક્ટ કરી છે. રોક ઓન 2 11 નવેમ્બરના રોજ રીલિઝ થશે.