અજય દેવગનની ફિલ્મ 'મૈદાન'ની રિલીઝ ડેટમાં ફેરફાર, નવા પોસ્ટર સાથે જાણો નવી તારીખ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2020 07:10 PM (IST)
બોલીવૂડ અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ 'મૈદાન'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ 'મૈદાન'ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અજય દેવગન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગનની ફિલ્મ મૈદાનને અમિત શર્માએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 27 નવેમ્બર 2020ના રોજ રિલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મ 11 ડિસેમ્બર 2020ના દિવસે રિલીઝ થશે. અજય દેવગને પોતાની ફિલ્મ મૈદાનની રિલીઝ ડેટમાં બદલાવ સાથે ટ્વિટર પર પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મમાં અજય ભારતીય ફુટબોલ કોટ સૈયદ અબ્દૂલ રહીમની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મ ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. તેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ કરી રહ્યાં છે અને બોની કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. પ્રિયમણી ફિલ્મમાં લીડ રોલમાં છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે રહ્યા હતાં. તેમના માર્ગદર્શન હેઠળ ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.