અજય દેવગને પત્ની કાજોલનો ફોન નંબર ટ્વિટર પર જાહેર કરતાં ચકચાર, જાણો શું છે મામલો
ત્યારબાદ અજય દેવગનના ફેન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. કોઈને પણ ખબર નહોતી કે અજયે આવું કેમ કર્યું હશે. હાલ આ મામલે અજય અથવા કાજોલ તરફથી કોઈ વાત નથી કહેવામાં આવી કે અજયે પોતાના એકાઉન્ટ પર કાજોલનો નંબર કેમ શેર કર્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: સોશિયલ મીડિયા પર સલિબ્રિટીઝની તસવીર સતત લીક થતી રહે છે. ઘણા સેલિબ્રિટી સોશયલ મીડિયા હેક થવાના પણ શિકાર બન્યા છે. એવામાં તેની પર્સનલ વાતો અને તસવીરો સોશયલ મીડિયા પર લીક થઈ જાય છે. આ વખતે કંઈક આવું જ અભિનેત્રી કાજોલ સાથે થયું છે.
અભિનેત્રી કાજોલનો પર્સનલ નંબર ટ્વિટર પર લીક થઈ ગયો છે. જાણાવી દઈએ કે આ કોઈ બીજાએ નહી પરંતુ તેના પતિ અજય દેવગને કર્યું છે. સોમવારે અજયના ફોલોવર્સ ત્યારે હેરાન રહી ગયા જ્યારે તેણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની પત્ની અને એક્ટ્રેસ કાજોલનો નંબર શેર કરી દિધો હતો. અજય દેવગને લખ્યું કાજોલ દેશમાં નથી. તેની સાથે આ નંબર પર સંપર્ક કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -