મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ 'તાનાજી : ધ અનસંગ વોરિયર'નો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. પોસ્ટર શેર કરતા અજય દેવગણે લખ્યું, દિમાગ, જો ઇતના તેજ જેસે તલવાર. અજય દેવગણે સૈફ અલી ખાનનો લુક પણ શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું કે, જો તલવાર સે જ્યાદા ગેહરા હૈ. અજય દેવગણ ફિલ્મમાં છત્રપતિ શિવાજીના સેનાપતિ તાનાજી માલસુરેના રોલમાં છે. 'તાનાજી : ધ અનસંગ વોરિયર' ફિલ્મને ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે. 'તાનાજી : ધ અનસંગ વોરિયર' ફિલ્મ 10 જાન્યુઆરી રિલીઝ થશે. ફિલ્મને અજય દેવગણ, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારે પોડ્યૂસ કરી છે.