મુકેશ-નીતા અંબાણીના ઘરે રૂડો અવસર: પુત્ર આકાશના લગ્નમાં કઈ-કઈ હસ્તીઓનો થયો જમાવડો
મુકેશ અંબાણીના દિકરા આકાશ અને શ્લોકાના લગ્નમાં ક્રિકેટરોએ પણ હાજરી આપી છે. સચિન તેંડૂલકર, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, ઝહીર ખાન સહિતના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ઉદ્યોગ જગતમાંથી ઉદ્યોગપતિ રતન ટાટા, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને પત્ની અંજલિ પિચાઈ, મહેન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા તેમના પરિવાર સાથે આશીર્વાદ આપવા આવ્યા હતાં.
આ સિવાય એક્ટર જેકી શ્રોફ, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, શ્રીલંકન ક્રિકેટર મહિલા જયવર્ધન, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, કરણ જૌહર, રણવીર કપૂર, રજનીકાંત, પ્રિયંકા ચોપડા, ફરાહ ખાન, પાર્થિવ પટેલ, પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, અભિનેત્રી જૂહી ચાવલા તેમના પતિ જય મહેતા, ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા, ડબ્બૂ રતનાની આવી પહોંચ્યા હતાં.
લગ્નમાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેયર, તેમની પત્ની ચેરી બ્લેયર, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ જનરલ સેક્રેટરી બાન મૂન, એક્ટર અમિર ખાન અને પત્ની કિરણ રાવ, સંગીતકાર વિશાલ દદલાની અને શેખર પહોંચ્યા હતાં.
મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતાં. આ શાહી લગ્નમાં બોલીવુડ, રાજકારણ, રમત-ગમતથી લઈ દેશ-વિદેશની અનેક હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.