મુંબઈ: રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીના દીકરા આકાશના લગ્ન 9 માર્ચે શ્લોકા મહેતા સાથે થવાના છે. લગ્ન પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિ-વેડિંગ પાર્ટી રાખવામાં આવી છે. આકાશની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે બોલીવૂડ સ્ટાર્સ સહિતની હસ્તીઓ સ્વિટ્ઝર્લેન્ડ જવા માટે રવાના થયા છે.


બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર, આલીયા ભટ્ટ, મલ્લાઈકા અરોરા, અર્જુન કપૂર સહિતના સ્ટાર્સ આકાશ અંબાણીની પાર્ટીમાં સામેલ થવા સ્વિટ્ઝર્લેન્ડ જવા રવાના થયા છે.


સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝ ખાતે આ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશના લગ્નને લઈને અંબાણી પરિવારે તૈયારીઓ શરૂ કરી દિધી છે. આકાશની બેચલર પાર્ટીમાં સામેલ થવા માટે કરણ જોહર પહેલાથી જ ત્યાં હાજર છે.

આકાશ અને શ્લોકની આ પાર્ટી સ્વિટ્ઝર્લેન્ડના સેંટ મોરિટ્ઝમાં ચાલી રહી છે. આ શહેરથી આશરે 6 હજાર ફૂટની ઉંચાઈ પર છે.

આ ગ્રાન્ડ પાર્ટી સેંટ મોરિટ્ઝના સૌથી મોંઘી હોટલ બૈડરટ પેલેસમાં રાખવામાં આવી છે, જે એક નદીના કિનારે બની છે. જ્યાંથી ખૂબ જ શાનદાર નજારો જોવા મળે છે.