નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી રવિવારે ઉત્તરપ્રદેશની એક દિવસની યાત્રા પર હતા. જ્યાં તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલાં કુંભમાં ડૂબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના પણ કરી હતી. જે બાદ પીએમ મોદીએ સફાઈકર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર વ્યક્ત કર્યો. આ અંગે કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીએ તેમના પર પ્રહાર કર્યો છે.


PM મોદીએ પ્રયાગરાજમાં સફાઈ કર્મચારીઓના ધોયા પગ, જુઓ Video

કોંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું કે, “આ પરંપરા જૂની છે. કન્યાઓનું પૂજન થાય છે. આ નવી નવી પૂજા નીકાળી રહ્યા છે, આ આરએસએસનું હિન્દુત્વ છે. સોશિયલ મીડિયા પર તેમની મજાક પણ ઉડવાની શરૂ થઈ ગઈ છે. આના બદલે તે લોકોને સારા કપડાં આપ્યા હોત તો સારું થાત.”


BSPના પ્રમુખ માયાવતીએ સોમવારે ટ્વિટ કર્યું કે, “ચૂંટણી સમયે સંગમમાં શાહી સ્નાન કરવાથી મોદી સરકારના ચૂંટણી વાયદા, જનાતથી વિશ્વાસઘાત તથા અન્ય પ્રકારના સરકારી જુમલા તથા પાપ ધોવાઈ જશે ? નોટબંધી, જીએસટી, જાતિવાદ, સાંપ્રદાયિકતાના જબરદસ્ત મારથી ત્રસ્ત લોકો શું બીજેપીને સરળતાથી માફ કરી દેશે ?”