વાંચોઃ INDvAUS: પ્રથમ T20માં ભારતની 3 વિકેટથી હાર, મેક્સવેલના 56 રન
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં અંતિમ ઓવરમાં ઉમેશ યાદવે 14 રન આપતાં પ્રવાસી ટીમનો વિજય થયો હતો. જ્યારે બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને માત્ર બે રન આપ્યા અને બે વિકેટ ઝડપી ભારતને મેચમાં પરત લાવ્યો હતો.
ઉમેશ યાદવની અંતિમ ઓવર અંગે પૂછવા પર બુમરાહે સીનિયર સાથીનો બચાવ કરતાં કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં અંતિમ ઓવરમાં બોલિંગ કરવી હંમેશા મુશ્કેલ હોય છે. મેચ બંને તરફ જઈ શકે છે. જ્યારે તમારી સામે મોટો ટાર્ગેટ હોય છે ત્યારે અલગ વાત હોય છે. આ લક્ષ્યાંક નાનો હતો તેથી બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તમારે અંતિમ ઓવરમાં વધારે જોખમ ઉઠાવવાની જરૂર હોતી નથી. બાઉન્ડ્રી લગાવ્યા બાદ તેઓ સ્ટ્રાઇક રોટેટ કરતા હતા.
વાંચોઃ INDvsAUS: ધીમી બેટિંગના કારણે ધોનીના નામે બન્યો આવો અણગમતો રેકોર્ડ
ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમવા અંગે અમિત શાહે શું કહ્યું, જુઓ Video